સરકાર શ્રી ના નવા અભિગમ અનુસાર સ્ટડી એટ હોમ નો નવો અભિગમ શરુ કરવામાં આવેલ છે. જેમાં શ્રી સેડલા પ્રાથમિક શાળામાં પણ આ અભિગમ નો ખુબ જ સુંદર અમલ થઇ રહ્યો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું WHATSAPP ગ્રુપ બનાવવામાં આવેલ છે. જેમાં દરેક અઠવાડોયાનું વર્ક મોકલી આપવામાં આવે છે.અને તેના ફીડબેક સ્વરૂપે વીડિઓ કોલ કરવામાં આવે છે. જે બાળકો વાલી ઓ આ કાર્ય માં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે તેમને શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભેચ્છા.જે બાળકોના વાલી WHATSAPP વાપરતા નથી તેમને બીજા વિદ્યાર્થીઓના વાલી પાસે થી પણ આ વર્ક મેળવી સુંદર કાર્ય કરાવવામાં આવે છે. સરકાર શ્રી ના આ અભિગમ માટે શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.